ગુજરાતમાં અનેક શહેરોમાં જોવા મળી રામભક્તિ, ઠેર ઠેર શોભાયાત્રા અને મહાયજ્ઞનું આયોજન- વીડિયો
ગુજરાતના અનેક શહેરો રામભક્તિમાં રંગાઈ ગયા છે. એવો કોઈ વ્યક્તિ નથી જે રામના રંગે રંગાયો ન હોય. જ્યાં જુઓ ત્યા વિવિધ રામના વધામણાની તૈયારીઓ જોવા મળી છે. ક્યાંક વિશાળ શોભાયાત્રા દ્વારા રામભક્તિના દર્શન થઈ રહ્યા છે તો ક્યાંક મહાયજ્ઞોમાં લોકો રામમય બન્યા છે.
રામ મંદિરને લઇને ગુજરાતમાં પણ અનેક રંગ જોવા મળ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી. હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે. સુરતમાં પણ દિવાળી જેવો માહોલ છે. વરાછા કતારગામ જવેલર્સ એસો. દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વરાછા મીની બજારથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે 1008 કુંડી મહાયજ્ઞ યોજી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો. દૂધરેજ વડવાળા ધામ ખાતે 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.. અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરાયું.
આ તરફ ભાવનગરના રીક્ષા ચાલકો દ્વારા ભગવાન રામના નારા સાથે આશરે 500 જેટલી રીક્ષાઓ સાથે રીક્ષાઓ પર ભગવાન રામની ધજાઓ લગાડી ડીજે સાથે ભગવાન રામના ગીતો સાથે શહેરના મુખ્યમાર્ગો પર નીકળી હતી.
