AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : બાબા બાગેશ્વરને ભાજપ સાંસદ મનસુખ વસાવાનું સમર્થન, કહ્યું સંતોના આશીર્વાદ જરૂરી

Gujarati Video : બાબા બાગેશ્વરને ભાજપ સાંસદ મનસુખ વસાવાનું સમર્થન, કહ્યું સંતોના આશીર્વાદ જરૂરી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:48 PM
Share

મનસુખ વસાવાનું બાબા બાગેશ્વરને સમર્થન આપી રહ્યા હોવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું મહાપુરૂષોના આર્શીવાદ મળવા જરૂરી, દેશમાં હવે રામ રાજ્ય આવી રહ્યું છે. જેથી આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શન જરૂર હોવાનું તેમણે નિવેદન આપ્યું છે.

નર્મદાના રાજપીપળા ટાઉનહોલમાં ભાજપ કારોબારી બેઠકમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ બાબા બાગેશ્વરને સમર્થન આપ્યું. ભાજપ સાંસદે કહ્યું કે મહાપુરૂષોના આર્શીવાદ મળવા જરૂરી છે. બાબા લોકોમાં આદ્યાત્મિકતા વધે અને વ્યસનની બદી દૂર થાય તે સહિતના અનેક કામ કરી રહ્યાં છે. દેશમાં હવે રામ રાજ્ય આવી રહ્યું છે. મહત્વનું છે કે કોંગ્રેસ બાગેશ્વર ધામ સરકારને લઈ વિરોધ કરી રહ્યું છે તેની વચ્ચે બજપના એક બાદ એક નેતાઓ આગળ આવી નિવેદન આપી રહ્યા છે કે બાબા બાગેશ્વરને અમે સમર્થન કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : દાહોદ મનરેગા શાખાના ઈન્ચાર્જ APO વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ, સ્ટેટ વિજીલન્સને રજૂઆત બાદ તપાસ શરૂ, જુઓ Video

રાજપીપળા ખાતે યોજાયેલી ભાજપની કારોબારીમાં મનસુખ વસાવાએ કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસ કામના આધારે ભાજપ ચૂંટણી જીતશે. આ દરમ્યાન તેમણે બાબાને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું વ્યસનની બદીને નાથવા બાબા પહેલ કરી રહ્યા છે. જે હાલના સમય માટે જરુરી છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 20, 2023 09:47 PM
g clip-path="url(#clip0_868_265)">