દાહોદ મનરેગા શાખાના ઈન્ચાર્જ APO વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ, સ્ટેટ વિજીલન્સને રજૂઆત બાદ તપાસ શરૂ, જુઓ Video
મનરેગા શાખાના ઈન્ચાર્જ APO વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ સ્ટેટ વિજીલન્સને રજૂઆત કરાતા તપાસ હાથ ધરાઈ, મહાત્વનું છે કે ઈન્ચાર્જ APOએ કરોડોની રકમ ઉઘરાવી હોવાના આક્ષેપ
દાહોદના ફતેપુરામાં મનરેગા શાખાના ઈન્ચાર્જ APO વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે સ્ટેટ વિજીલન્સને રજુઆત કરાતા તપાસ હાથ ધરવામાં આવી છે. ઈન્ચાર્જ APO બળવંત લબાના વિરુદ્ધ તાલુકાની 95 ગ્રામ પંચાયતોના મનરેગા યોજના અંતર્ગત વિવિધ કામોની મંજુરી અને બીલો માટે કુલ 6011 કામો માટે કરોડો રુપીયા ઉધરાણી કરી હોવાના આક્ષેપ થયા છે.
આ પણ વાંચો : શાહીબાગમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર 10 થી વધુ લોકોએ કર્યો પથ્થરમારો
આ કામગીરી અંતર્ગત ફતેપુરા મનરેગા કામદાર યુનિયને ઇન્ચાર્જ APO વિરુદ્ધ સ્થાનિક કક્ષાથી લઇને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આ રજૂઆતને પગલે સ્ટેટ વિજીલન્સ ગાંધીનગરની એક ટીમે ફતેપુરા તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અધિકારીએ અલગ-અલગ ગામોના અરજદારોને બોલાવી ભ્રષ્ટાચાર અંગેની પણ વિગતો પ્રાપ્ત કરી હતી.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો