Breaking News : રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો ! 105 એક્ટિવ કેસ નોંધાયા, 51 સારવાર હેઠળ, જુઓ Video
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાના 105 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 51 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે 54 દર્દીઓ સાજા થઈ ગયા છે.

બીજી તરફ અમદાવાદમાં કોરોનાથી 16 વર્ષની કિશોરીનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કિશોરી 4 જૂનથી સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. કોરોનાની લાંબી સારવાર બાદ કિશોરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોલા હોસ્પિટલમાં કિશોરીને સારવારમાં રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ આપ્યા બાદ પણ કિશોરીનું મોત નિપજ્યું છે.
કોરોનાના કેસ આખા દેશમાં વધી રહ્યા છે. ત્યારે Ministry of health and family welfareની સાઈટ પર જણાવેલા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 980 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે 158 જેટલા કોરોનાના કેસ નવા નોંધાયા છે. જો દેશની વાત કરીએ તો 6491 જેટલા એક્ટિવ કેસ છે. તેમાંથી 6861 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.