Rajkot Video : લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

Rajkot Video : લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

| Edited By: | Updated on: Mar 02, 2024 | 4:54 PM

રાજકોટમાં અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડ્યા છે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પગલે અનેક લગ્નોમાં માવઠાએ લગ્નની મજા બગાડી છે. 

રાજકોટમાં અનેક લગ્નોમાં કમોસમી વરસાદ વિઘ્ન બન્યો છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્નો બગડ્યા છે. લગ્નની સિઝન હોવાથી અનેક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના પગલે અનેક લગ્નોમાં માવઠાએ લગ્નની મજા બગાડી છે.  ત્યારે કાલાવડ રોડ પર એક સોસાયટીમાં યોજાયેલા લગ્નનો મંડપ ધરાશાયી થવાની ઘટના બની છે.

બીજી તરફ આ પ્રકારની ઘટના સુતારીયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતાં લગ્નના મંડપ ધરાશાયી થયા છે. દ્વારકામાં 16 MM, ખંભાળિયા તાલુકામાં 7 MM વરસાદ પડ્યો છે. તેમજ વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ઠંડક વધી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો