Rajkot Video : કુવાડવાના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારી, 3 લોકો ઈજાગ્રસ્ત

Rajkot Video : કુવાડવાના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારી, 3 લોકો ઈજાગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 9:22 AM

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણીવાર અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. તેમજ ઘણીવાર જૂથ અથડામણમાં લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવી જ એક જૂથ અથડામણની ઘટના રાજકોટમાં સામે આવી છે.રાજકોટના કુવાડવાના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.

Rajkot : રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ઘણીવાર અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. તેમજ ઘણીવાર જૂથ અથડામણમાં લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવી જ એક જૂથ અથડામણની ઘટના રાજકોટમાં સામે આવી છે.રાજકોટના કુવાડવાના શુક્લ પીપળિયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : Rajkot Video: ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક, ભાવ વધારવા ખેડૂતોએ કરી માગ

ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીનમાંથી પથ્થર ભરવા મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.જે બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી.જે ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.બબાલમાં ટોળાએ કાર અને બાઈકમાં તોડફોડ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુરમાં પણ થઈ હતી જૂથ અથડામણ

તો બીજી તરફ આ અગાઉ રાજકોટના જેતપુરમાં સરદાર ચોકમાં ડિલક્ષ નામની પાનની દુકાને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.જ્યાં 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચોકમાં આવેલી તમામ દુકાનો બંધ કરાવી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 26, 2023 09:16 AM
g clip-path="url(#clip0_868_265)">