Breaking News : દિવંગત પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન, આજે શહેરમાં અડધો દિવસ માટે બંધ પાળશે,જુઓ Video
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શહેર શોકમગ્ન છે. આજે રાજકોટ શહેર અડધો દિવસ માટે બંધ પાળશે પાળશે. ચેમ્બર ઓફ કોમર્સે આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું એલાન કર્યું છે.

મહત્વનું છે કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતે વ્યવસાયે વેપારી હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રખાયું છે. રાજકોટના તમામ ઉદ્યોગ વેપાર આજે બપોર સુધી બંધ રાખશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ગઈકાલે જાહેરાત કરવામાં આવતા 108 સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન
એન્જિનિયરિંગ એસોસિએશન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના ઉદ્યોગ બંધ રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપાર ઉદ્યોગકારોએ નિર્ણય લીધો. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. રાજકોટની 600 કરતાં વધારે ખાનગી શાળાઓ આજે બંધ રખાઈ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગઈકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.