Rajkot : ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનું પરિણામ આવ્યું સામે, 3 દૂધના નમૂના થયા ફેલ, જુઓ Video
રેસકોર્સ પાર્કમાં આવેલી નીલકંઠ ડેરી, રણુજા મંદિર પાસે આવેલી નંદનવન ડેરી અને એક દૂધની ડીલેવરી કરતી ગાડીમાંથી લીધેલા નમૂનાઓ ફેલ થયા છે.
ભેળસેળવાળો ખોરાક લોકોને બીમાર કરી દેતો હોય છે. પરંતુ કેટલાક લેભાગૂ તત્વો થોડા રૂપિયાના નફા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા કેટલાક નમૂના ફેલ થયા છે. જેના પગલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. ફુડ વિભાગે દૂધના લીધેલા નમૂનામાંથી ત્રણ નમૂના ફેલ થયા છે. રેસકોર્સ પાર્કમાં આવેલી નીલકંઠ ડેરી, રણુજા મંદિર પાસે આવેલી નંદનવન ડેરી અને એક દૂધની ડીલેવરી કરતી ગાડીમાંથી લીધેલા નમૂનાઓ ફેલ થયા છે.
આ પણ વાંચો : Rajkot: પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, પ્રેમિકાને પામવાનું ઝુનુન હતુ સવાર
દૂધના લીધેલા નમૂનાઓમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું છે. તો બીજી તરફ ઝાયડસ વેલનેસના ન્યુટ્રીલાઈટ બટરના નમૂના પણ ફેલ થયા છે. બટરમાં એસિડનું પ્રમાણ વધુ મળી આવ્યું છે. જેથી ઝાયડસ વેલનેસને કુલ 11.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ કોઠારીયા રોડ પર આવેલા જલારમ ઘી સેન્ટરમાંથી લેવાયેલો નમૂનાઓ ફેલ થયા છે.
જેના પગલે જલારામ ઘી સેન્ટરને પણ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ જે રીતે મોટા પ્રમાણ સ્વાસ્થ્ય ચેડા સામે આવતા ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે. સમયસર ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે અને મોટા પ્રમાણમાં દંડ કરવામાં આવે ત્યારે જ ભેળસેળનો સિલસિલો અટકે તેમ છે.