રાજકોટના ઉપલેટા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, વિધાર્થીઓએ પાણીમાં થઇ શાળાએ જવા મજબૂર

રાજકોટના ઉપલેટા ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ, વિધાર્થીઓએ પાણીમાં થઇ શાળાએ જવા મજબૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 12:56 PM

ગઢાળા ગામના મુખ્ય માર્ગના કોઝવે પર છેલ્લા 10 દિવસથી મોજ નદીના પાણી ફરી વળ્યા છે. ત્યારે બાળકો જીવન જોખમે કોઝવે પરથી પસાર થઈ શાળાએ જવા મજબુર બન્યા છે.

રાજકોટ(Rajkot) જીલ્લાના ઉપલેટાના(Upleta) ગઢાળા ગામનો કોઝવે 10 દિવસથી પાણીમાં ગરકાવ છે જેને લીધે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. ગઢાળા ગામના મુખ્ય માર્ગના કોઝવે પર છેલ્લા 10 દિવસથી મોજ નદીના પાણી ફરી વળ્યા છે. ત્યારે બાળકો જીવન જોખમે કોઝવે પરથી પસાર થઈ શાળાએ જવા મજબુર બન્યા છે.

તેવા સમયે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને અનેક રજૂઆત કરી છે છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી બની ગાંડીતૂર બની છે. જેના પગલે ગઢાળા ગામ મોજ નદીનો કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ ગઢાળા ગામથી ઉપલેટા તરફ જવાનો રસ્તો પણ બંધ છે. તેમજ વાહન ચાલકોને ગ્રામ્ય પંથકમાં અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. જયારે કોઝ વે પર ચાર ફૂટ જેટલા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ અને નદીઓમાં નવા નીર આવ્યા છે. તેમજ મોટાભાગના ડેમ છલકાયાં છે. જેના પગલે  આ  પાણી ખેતરો અને કોઝવે પર ફરી વળ્યા છે.

આ પણ  વાંચો: Narmada : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 95 સે.મીનો વધારો, ડેમની હાલની જળસપાટી 128.01 મીટર પર પહોંચી

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી

g clip-path="url(#clip0_868_265)">