Narmada : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 95 સે.મીનો વધારો, ડેમની હાલની જળસપાટી 128.01 મીટર પર પહોંચી

Narmada : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 95 સે.મીનો વધારો, ડેમની હાલની જળસપાટી 128.01 મીટર પર પહોંચી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 12:14 PM

નોંધનીય છેકે ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની જળસપાટી ધીમીધારે વધી રહી છે. સતત ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. પરંતુ, આ વરસે હજુ નર્મદા ડેમ ઓવરફલો થયો નથી. ગુજરાતના જીવાદોરી સમાન ડેમ ઓવરફલો ન થવાથી ચિંતાનો માહોલ છે.

નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 95 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 28 હજાર 275 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 128.01 મીટર પર પહોંચી છે. હાલમાં ડેમ 68 ટકા ભરેલો છે. નર્મદા ડેમમાં 6 હજાર 465 MCM લાઈવ સ્ટોરેજ છે.

નોંધનીય છેકે ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની જળસપાટી ધીમીધારે વધી રહી છે. સતત ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. પરંતુ, આ વરસે હજુ નર્મદા ડેમ ઓવરફલો થયો નથી. ગુજરાતના જીવાદોરી સમાન ડેમ ઓવરફલો ન થવાથી ચિંતાનો માહોલ છે. આ વરસે ગુજરાતના અનેક ડેમો છલકાઇ ગયો છે. પરંતુ, ગુજરાતનો સૌથી મોટો ડેમ હજુ છલકાવાથી વંચિત છે.

ગુજરાતની(Gujarat)જીવાદોરી સમાન નર્મદા ડેમમાં(Narmada Dam)પાણીની આવક ઉપરવાસમાં થઇ રહેલા સતત વરસાદને લીધે વધી રહી છે. તેમજ હાલ નર્મદા ડેમ 70 ટકા ભરાયો છે. તેમજ નર્મદા ડેમમાં હાલ 6271 MCM લાઈવ સ્ટોરેજ છે. આ ઉપરાંત નર્મદા ડેમની જળસપાટી વધતા ગરૂડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ નર્મદા નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ હાઇએલર્ટ ડેમોની સંખ્યા 114 થઇ ગઇ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યા એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે. એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે.

g clip-path="url(#clip0_868_265)">