Rajkot Breaking: ઘંટેશ્વર SRP કેમ્પમાં રક્ષક જ બન્યો ભક્ષક, ASI એ પોલીસ પરિવારની જ બે બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલાં

| Edited By: | Updated on: Nov 19, 2026 | 10:00 PM

રાજકોટના ઘંટેશ્વર SRP કેમ્પમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રસિંહ જાડેજાએ કેમ્પમાં રહેતા પોલીસ પરિવારની જ બે બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી શારીરિક અડપલાં કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ શહેરના ઘંટેશ્વર SRP કેમ્પમાં ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો છે. કેમ્પમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રસિંહ જાડેજા સામે પોલીસ પરિવારની જ બે બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

આરોપી એક વર્ષ પહેલાં કેમ્પના ક્લોથિંગ વિભાગમાં કામ કરતો હતો અને તેના ઘરે ટ્યુશન ક્લાસ ચાલતા હતા. તે સમયે અભ્યાસ માટે આવતી બાળકીઓને લાલચ આપી તે મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી છેડતી કરતો હતો. તાજેતરમાં એક બાળકી દાદા સાથે કેમ્પમાં નીકળી ત્યારે આરોપીને જોઈ ગભરાઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

આ ઘટના સામે આવતા અન્ય એક બાળકીએ પણ હિંમત દાખવી પોતાની સાથે થયેલી કરતૂત જણાવી હતી. યુનિવર્સિટી પોલીસે આ મામલે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી આરોપી ASI ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક-સ્કૂટર માલિકો માટે કમાણીની નવી તક: ગડકરીની રાજ્ય સરકારોને અપીલ, ખાનગી ટુ-વ્હીલરને ટેક્સી તરીકે ચલાવવાની મળે મંજૂરી

Published on: Nov 19, 2026 09:59 PM
Follow Us
Loading...
Unable to load recommendations.