Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં થયો પર્દાફાશ, પોલીસ વેરિફિકેશન વગર ગાર્ડની નિમણૂક કરતી સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો- Video

Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં થયો પર્દાફાશ, પોલીસ વેરિફિકેશન વગર ગાર્ડની નિમણૂક કરતી સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો- Video

| Edited By: | Updated on: Aug 15, 2026 | 9:35 PM

રાજકોટમાં tv9ના રિયાલિટી ચેકમાં સામે આવ્યુ કે સાંઈ સિક્યુરિટી એજન્સી દ્વારા કોઈ જ પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર ડાયરેક્ટ ગાર્ડની નિમણૂક કરી દેવાતી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી, સાંઈ સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો છે.

રાજકોટમાં tv9 દ્વારા હાથ ધરવામાં આવેલા રિયાલિટી ચેકમાં સિક્યુરિટી એજન્સીઓની બેદરકારીનો પર્દાફાશ થયો છે. શહેરની 204 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ પૈકી એક એજન્સી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ કિસ્સો રૈયા ચોક પાસે આવેલી સાંઈ સિક્યુરિટી એજન્સીનો છે, જેના માલિક ચંદ્રેશભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

માલવિયાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે સાંઈ સિક્યુરિટી એજન્સી દ્વારા રાજકોટની એક ખાનગી કંપનીમાં પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવી હતી. જોકે, આ સિક્યુરિટી ગાર્ડનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું નહોતું, પોલીસ વેરિફિકેશન વિના ગાર્ડની નિમણૂક કરવા બદલ એજન્સીના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

tv9ના રિયાલિટી ચેકમાં બહાર આવ્યું હતું કે રાજકોટ શહેરમાં કુલ 204 જેટલી ખાનગી સિક્યુરિટી એજન્સીઓ કાર્યરત છે. આ પૈકીની એક એજન્સી સામે થયેલી આ કાર્યવાહી માત્ર એક કિસ્સો છે, પરંતુ તે સમગ્ર શહેરમાં કાર્યરત અન્ય એજન્સીઓ માટે પણ એક ગંભીર ચેતવણી સમાન છે. પોલીસના વડાના આદેશ બાદ રાજકોટ પોલીસ દ્વારા વિવિધ ખાનગી સિક્યુરિટી એજન્સીઓની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જો પોલીસે શહેરમાં આવેલી અન્ય સિક્યુરિટી એજન્સીઓની પણ ગંભીરતાથી તપાસ હાથ ધરે તો આવી અનેક બેદરકારીઓ સામે આવી શકે છે.
Input Credit- Mohit Bhatt- Rajkot

“જો તલસ્પર્શી તપાસ નહીં થાય તો હજુ અનેક હર્ષે જીવ ગુમાવવો પડશે”- સુરતના રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત કેસમાં પિતાની વેદના

Published on: Aug 15, 2026 09:35 PM
Follow Us
Loading...
Unable to load recommendations.