AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: નવરાત્રિ પહેલા રાજકોટવાસીઓને મળશે નવો બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોકનો બ્રિજ 15 સપ્ટેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે

Rajkot: નવરાત્રિ પહેલા રાજકોટવાસીઓને મળશે નવો બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોકનો બ્રિજ 15 સપ્ટેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 6:26 PM
Share

Rajkot:રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા 15 સપ્ટેમ્બર સુધીમાં બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ કાર્યરત થતા દોઢ લાખથી વધુ વાહનચાલકોને ફાયદો થશે.

રાજકોટ(Rajkot) વાસીઓ માટે સારા સમાચાર છે. નવરાત્રી પહેલા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ચોકનો ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજનું કામ પૂર્ણ થઈ જવાના આરે હોવાથી 15 સપ્ટેમ્બર સુધીમાં આ બ્રિજ ખુલ્લો મૂકાશે. બ્રિજ કાર્યરત થવાના કારણે દૈનિક દોઢ લાખથી વધારે વાહનચાલકોને ફાયદો થશે. બ્રિજનો અંદાજીત ખર્ચ રૂપિયા 101 કરોડ સુધીનો થયો છે. જો કે કોન્ટ્રાક્ટર કંપની દ્રારા બ્રિજ ટેન્ડરની સમય મર્યાદાથી 8 મહિના મોડો પૂર્ણ કરવામાં આવ્યો છે. જેના કારણે બ્રિજના બજેટમાં પણ વધારો થયો છે. બ્રિજની કુલ ટેન્ડરની રકમ 60 કરોડનો ખર્ચ હતો જે હવે 101 કરોડ સુધી પહોંચ્યો છે. આ ઓવરબ્રિજ (Over bridge)ની લંબાઇ પર નજર કરીએ તો જ્યુબિલી બાગ તરફ બ્રિજની લંબાઇ 300 મીટર, કુવાડવા રોડ તરફ 400 મીટર અને જામનગર રોડ તરફ 367 મીટર રાખવામાં આવી છે.

15 સપ્ટેમ્બર સુધીમાં હોસ્પિટલ ચોકનો ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે

રાજકોટનો મહત્વપૂર્ણ સિવિલ હોસ્પિટલ ચોકનો ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં બ્રિજનું લોકાર્પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ચોક છે એ શહેરમાં પ્રવેશ માટેનુ મુખ્ય પ્રવેશદ્વાર છે. આ બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ હતુ. જો કે હવે આ બ્રિજનું કામ તે અંત તરફ છે અને હવે 15 સપ્ટેમ્બર સુધીમાં આ બ્રિજનુ કામ પૂર્ણ થઈ જશે.

આ બ્રિજ તૈયાર થઈ જતા અનેક વાહનચાલકોને ફાયદો થશે. જેમા કુવાડવા રોડ અમદાવાદ હાઈવેથી શહેરમાં પ્રવેશવા માટેનુ મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીંથી મોરબી રોડ અને જામનગર રોડ તરફ જવાનો પણ માર્ગ છે ઉપરાંત સિટી વિસ્તાર તરફ જવાનો પણ રસ્તો છે. એક પ્રકારનું જંકશન છે તે આ બ્રિજને કારણે તૈયાર થશે. આ બ્રિજ તૈયાર થતા વર્ષોથી હોસ્પિટલ ચોકમાં જે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી તે દૂર થશે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

g clip-path="url(#clip0_868_265)">