મેઘમહેર યથાવત : ભારે વરસાદને પગલે ધોરાજીમાં રસ્તા પર વહેતી થઈ નદીઓ, લોકોમાં તંત્ર સામે પારાવાર રોષ

ધોરાજીમાં (Dhoraji) ભૂતનાથ મંદિર નજીકના વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છતાં પાણીનો નિકાલ કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 18, 2022 | 9:00 AM

રાજકોટમાં (Rajkot) છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને (Heavy rain) પગલે ધોરાજીમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો રોષે ભરાયા. મહત્વનું છે કે,ધોધમાર વરસાદના પગલે ભૂતનાથ મંદિર નજીક પાણી ભરાતા લોકો મંદિર જઈ શકતા નથી. બીજી તરફ મંદિર નજીકના વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છતાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેને લઈને ભૂતનાથ મંદિરના (Bhutnath Temple)  પૂજારી અને સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની માગ કરી છે.

ત્રીજી વખત ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો

રાજકોટ (Rajkot City ) જિલ્લામાં સતત ત્રીજી વખત ભાદર-2 ડેમ ઓવરફ્લો (Bhadar Dam) થયો છે. ડેમના બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં ત્રણ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો ધોરાજીથી પોરબંદર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.બીજી તરફ રાજકોટના જેતપુરમાં કોઝવે ઉપર પાણી ફરી વળતાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે. પેઢલા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલય નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને શાળાએથી લઈ જાય. પરંતુ આ દરમિયાન વરસાદ અને પાણીનો પ્રવાહ વધતાં કોઝવે પરથી પસાર થઈ શકાય તેમ નથી.

કેટલાક કોઝવે પાસે પાણી ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે, તો કેટલાક જીવના જોખમે બાળકોને લઈ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે અહીં ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. પુલનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati