રાજકોટઃ RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં એક વર્ષનો 3 કરોડનો વેરો માફ, હોટેલ-રિસોર્ટ-સિનેમાઘરોના પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાઇ

|

Jan 27, 2022 | 5:11 PM

જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારની પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરાશે. રૂપિયા 7.5 કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખીને સમસ્યા દૂર કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક રાહત આપતા નિર્ણયો લેવાયા છે. હોટેલ,સિનેમાઘરો,જિમ્નેશિયમ એન્જ્યુમન પાર્ક તથા વોટર પાર્કના મિલકતધારકોને કોર્પોરેશને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. કોર્પોરેશને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયને કારણે 300 જેટલા એકમોને પ્રોફેસનલ ટેક્સમાંથી મુક્તિ મળશે. અને મનપાને 3 કરોડનો બોજો પડશે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ ટેક્સખાદ્ય પુરવા માટેની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે મિલકતધારકોએ પ્રોફેશનલ ટેક્સ ભરી દીધો છે તેમને ટેક્સ પરત કરવામાં આવશે.

તો બીજી તરફ વોર્ડ નંબર 1માં જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારની પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરાશે. રૂપિયા 7.5 કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખીને સમસ્યા દૂર કરવામાં આવશે.

આ ઉપરાંત હજુ જે નવા વિસ્તારો છે તેમાં પાણી વિતરણના આયોજન માટે ડિઝાઈન એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત મૂકાઈ હતી. આથી નવા વિસ્તારોને શક્ય તેટલી ઝડપથી પાણીની સુવિધા આપી શકાય. આ ઉપરાંત મુંજકામાં સંજય વાટિકા તથા પ્રશીલ પાર્ક તેમજ અન્ય વિસ્તારોમાં 300થી 100 એમ.એમ.ની નવી પાણીની લાઈન નખાશે.નવી 100 વાન ખરીદવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેના પર પણ મંજૂરીની મહોર લાગી હતી.

આ પણ વાંચો : આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે

આ પણ વાંચો : RRB NTPC Controversy: રેલ્વે મંત્રી આજે દૂરદર્શન દ્વારા પોતાની વાત કરશે, રેલ્વેએ CBTને લઈ બનાવી કમિટી, ઉમેદવારો ચિંતા સાથે સૂચનો મોકલી શકશે

Next Video