રાજકોટ: પ્રિ-મોન્સુન કામગીરીને લઈને મેયર કડક, તમામ કોર્પોરેટરોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવા આદેશ

| Edited By: | Updated on: Jun 04, 2026 | 9:12 PM

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટના મેયર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં પ્રથમ વખત એવું આયોજન કરાયું છે જેમાં તમામ વોર્ડના કોર્પોરેટરોએ એકસાથે પોતાના વિસ્તારમાં જઈને વોંકળા અને મેઈન હોલની પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવી પડશે.

રાજકોટ: આગામી ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત રાજકોટના મેયર દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરોને એક ખાસ આદેશ આપવામાં આવ્યો છે. મેયરના આદેશ અનુસાર, આજે એક જ સમયે તમામ વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.

દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં આવેલા વોંકળા (નાળા) અને મેઇન હોલની સફાઈનું જાતે નિરીક્ષણ કરવાનું રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારનું એક્શન પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે મેયરના આદેશ બાદ હવે તમામ કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરીમાં સીધા જોડાશે. આ આયોજનનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને અટકાવવાનો છે.

શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા

Follow Us