Rajkot Breaking News: રાજકોટ લોધિકા સંઘના ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂકનું કોંકડુ ગૂંચવાયુ, રાદડિયા vs કોરાટ જૂથનું પોતપોતાના ઉમેદવાર માટે લોબિંગ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનું પરિણામ આવ્યાના 15 દિવસ બાદ પણ હજુ ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂક માટેનું ચિત્ર સ્પષ્ટ થયુ નથી. સામાન્ય રીતે પરિણામ આવ્યાના એક સપ્તાહની અંદર થઈ જતી ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂકનું કોંકડુ હાલ ગૂંચવાયુ છે. બીજી તરફ સહકારી આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચે પણ આંતરિક ખેંચતાણ ચાલી રહી છે.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં આંતરિક ખેંચતાણ બાદ હવે ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂકમાં પણ આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. સહકારી આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચે આંતરિક ખેંચતાણ જોવામળી રહી છે. રાજકોટ લોધિકા સંઘમાં જયેશ રાદડિયા જૂથ અને આમને સામને છે. બંને જૂથ પોતપોતાના ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂક પણ લટકી પડી છે. લોધિકા સંઘની ચૂંટણી 8 સપ્ટેમ્બરે યોજાઈ હતી. પરિણામ આવી ગયા બાદ એક સપ્તાહની અંદર આ બંને નિમણૂકો થઈ જવી જોઈતી હતી. પરંતુ લોધિકા સંઘની નિમણૂકનો પત્ર ભાજપના આગેવાનોએ દબાવી રહ્યો હોવાનો ગણગણાટ આંતરિક વર્તુળોમાં ચાલી રહ્યો છે.
સહકારી આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. જેમા જયેશ રાદડિયા જૂથ દ્વારા ચેરમેન પદ માટે નીતિન ઢાંકેચાના નામનું લોબિંગ કરવામાં આવી રહ્યુ છે. તો પ્રશાંત કોરાટ જૂથ દ્વારા ચેરમેન તરીકે બાબુ નસીતના નામનું લોબિંગ કરવામાં આવી રહ્યુ છે. આ નિમણૂક પ્રક્રિયામાં હજી એક સપ્તાહનો વિલંબ થવાની શક્યતા છે. રાજકોટ જિલ્લા સંઘમાં પણ ચેરમેન, વાઇસ ચેરમેનના નામને લઇને કોકડું ગૂંચવાયું છે. રાદડિયા જૂથે મોકલેલા નામને પ્રદેશ કક્ષાએ નકારી દીધા છે અને નામનો લઈને સંમતિ ન સધાતા ફરી એકવખત ચૂંટણી મોકૂફ રહી છે.
રાજકોટ લોધિકા સંઘના મેનેજરે તૈયાર કરેલો દરખાસ્તનો પત્ર ભાજપના આગેવાનોએ દબાવી રાખ્યો હોવાનો પણ કોલાહલ સંભળાઈ રહ્યો છે. ત્યારે હવે સહકારી આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચે ખેંચાખેંચી વધી છે.
Input Credit- Mohit Bhatt- Rajkot
