Surat News : રાજકોટ LCBની ટીમને નડ્યો અકસ્માત, એક પોલીસ કર્મીનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 26, 2024 | 1:27 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. નેશનલ હાઈવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડ્યો છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. નેશનલ હાઈવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડ્યો છે. ટ્રકે ટક્કર મારતા આગળના વાહનમાં રાજકોટ LCBની ખાનગી કાર અથડાઈ ગઈ હતી.

ગમખ્વાર અકસ્માતમાં એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત અન્ય ત્રણ કર્મી સહિત આરોપી હાલ સારવાર હેઠળ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર કારમાં 4 પોલીસકર્મી અને એક આરોપી હોવાનું સામે આવ્યુ છે.

હિંમતનગરમાં સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત

બીજી તરફ ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગર સહકારી જીન પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રેલર પાછળ કાર ઘુસી જતા કારનો કચ્ચરગાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. આ તમામ લોકો શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે આ પ્રકારની ઘટના બની હતી.