જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે નોંધાવ્યો વિરોધ, ડુંગળી-રોટલો ખાઈને કર્યો અનોખો વિરોધ

જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે નોંધાવ્યો વિરોધ, ડુંગળી-રોટલો ખાઈને કર્યો અનોખો વિરોધ

| Edited By: | Updated on: Sep 29, 2026 | 9:11 PM

રાજકોટના જેતપુરમાં ખેડૂતોએ જેટકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વીજ કેબલ તૂટવા અને ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતોએ રિપેરિંગ કામ અટકાવ્યું. તેઓ પાક નુકસાનના વળતર, 60 વર્ષ જૂના વળતર અને અન્ય માંગણીઓ સાથે ધરણાં પર બેઠા છે, ડુંગળી-રોટલો ખાઈને સરકાર અને જેટકોનું ધ્યાન દોરી રહ્યા છે.

રાજકોટના જેતપુરમાં ખેડૂતો જેટકો સામે અનોખો વિરોધ નોંધાવતા જોવા મળ્યા. જેતપુર તાલુકાના વીરપુર અને પીઠડિયા ગામના ખેડૂતોએ ખેતરમાં બેનરો સાથે ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન વીજ કેબલ તૂટીને ખેડૂતના ખેતરમાં પડ્યો હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. જેતપુર-મેવાસા વીજ ટાવર લાઈનનો કેબલ તૂટ્યો અને માંડ-માંડ ખેડૂતનો જીવ બચ્યો હતો. જેટકોના કર્મીઓ રિપેરિંગ માટે પહોંચતા ખેડૂતોએ કામગીરી અટકાવી હતી.

રિપેરિંગથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી. રિપેરિંગ દરમિયાન પાકને થતા નુકસાનનું વળતર ચુકવવાની પણ માગ કરવામાં આવી. આશરે 60 વર્ષ પહેલા ટાવર ઉભા કરાયા ત્યારે પણ કોઈ વળતર ન ચુકવાયુ હોવાનો આક્ષેપ ખેડૂતો એ કર્યો. અન્ય વિવિધ માગણી સાથે ખેડૂતો એ ધરણા કર્યા. આ દરમિયાન અનોખી બાબત એ રહી કે ખેડૂતોએ તેમને ખેતરમાં ડુંગળી-રોટલો ખાઈને વિરોધ નોંધાવ્યો હતો.

 

કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ

Follow Us
Loading...
Unable to load recommendations.