AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ

એક તો કેન્સરગ્રસ્ત દર્દી પહેલેથી જ જીવલેણ રોગ સામે ટકી રહેવાની જદ્દોજહત કરી રહ્યા હોય છે, એવા સમયે તેમની આ લાચારીનો ફાયદો ઉઠાવી રહી છે પ્રાઈવેટ હોસ્પિટલો. કેન્સર માટે જીવનરક્ષક ગણાતી જે દવાની MRP ₹3 હજાર છે, તે દર્દીઓને ₹27 હજારમાં વેચવામાં આવી રહી છે અને દર્દી પાસેથી સીધી 24 હજાર રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તો સવાલ એ પણ છે કે શું આ પ્રકારે પ્રાઈવેટ હોસ્પિટલો લાચાર દર્દીઓની મજબુરીનો ફાયદો ઉઠાવી શકે? શું દવા પર નફો કમાવવાના કોઈ ચોક્કસ ધારા ધોરણો સરકાર ન ઘડી શકે? દર્દીઓની આ જ વેદનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિતની યાચિકા થઈ હતી અને તેના પર સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો છે અને વેધક સવાલો કર્યા છે.

કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ
| Updated on: Sep 29, 2026 | 8:45 PM
Share

કેન્સર જેવી જીવલેણ બીમારીમાં સપડાયેલ દર્દી પહેલેથી જ માનસિક રીતે તૂટેલો હોય છે, તેવા સમયે તેમને આ રોગમાંથી કેમ રાહત મળે તેવા પ્રયાસો થવા જોઈએ. પરંતુ  કોર્પોરેટ પ્રાઈવેટ હોસ્પિટલો કેન્સરની દવાઓમાં પણ તોતિંગ નફો કમાઈ રહી છે. સાવ મનસ્વી રીતે કેન્સરની દવાઓની કિંમતો વધારી દર્દીઓના મનોબળને સારવાર પહેલા જ તોડી રહી છે.  જે કેન્સરની દવાઓની MRP ₹3 હજાર રૂપિયા થી વધુ નથી. તે જ સેમ દવા ₹27 હજાર રૂપિયામાં તોતિંગ નફો રળી રહી છે. હોસ્પિટલોએ કેન્સરના દર્દીને ખંખેરવા માટેની ઉઘાડી લૂંટ શરૂ કરી છે. કોર્પોરેટ હોસ્પિટલોની ખુદની જ ફાર્મસી દ્વારા આ પ્રકારે મોંઘીદાટ દવાઓ વેચવામાં આવી રહી છે અને આના પર સરકાર પણ કંઈ નથી કરી રહી. આ જ મુદ્દે કેન્સરગ્રસ્ત દર્દીના સ્વજને સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરી હતી. આ જ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ હોસ્પિટલો દ્વારા ચાલતી ઉઘાડી લૂંટ મુદ્દે સરકારને વેધક સવાલો કર્યા છે.

કેન્સર સામે જીવન રક્ષક દવાઓના ભાવમાં આટલા મોટા માર્જિનથી લેવાતા નફાને સુપ્રીમ કોર્ટે ઉઘાડી લૂંટ ગણાવી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે સુનાવણી દરમિયાન કહ્યુ કે જે કેન્સરની દવાઓ રિટેલરને ₹2700 રૂપિયામાં મળે છે. તેની મહત્તમ છૂટક કિંમત ₹27000 છાપવામાં આવી રહી છે.

દર્દીઓને મોંઘી દવાઓ વેચવા પર સુપ્રીમ કોર્ટ સખ્ત

કોર્ટે સવાલ કર્યો કે દર્દીઓને આટલી મોંઘી દવાઓ વેચીને કેવી રીતે ઠગી શકાય છે? આ તોતિંગ વધારા રૂપી કિંમતો પર સંબંધિત અધિકારીઓ કેમ મૌન છે? આ સુનાવણી કેન્સરની દવાઓની MRP, હોસ્પિટલ્સની પોતાની ફાર્મસીઓ દ્વારા દર્દીઓને બહાર દવા ન ખરીદવા દેવા અને કૃત્રિમ રીતે નક્કી કરાયેલા ભાવે દવાઓના વેચાણ સામે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL)  પર કરવામાં આવી.  અરજદારોએ ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા દર્દીઓના શોષણ અને અતિશય ઊંચા ભાવ વસૂલવાના મુદ્દાઓ યાચિકામાં ઉઠાવ્યા હતા.

કેન્સરની દવાઓની મનમાની કિંમતો અને હોસ્પિટલોની પોતાની ફાર્મસીની કામગીરીને પડકારતી બે અલગ અલગ જનહિત યાચિકાઓ (PILs) કોર્ટમાં દાખલ કરાઈ છે. કોર્ટ એકસાથે બંનેની સુનાવણી કરી રહી છે. એક પીડિત પરિવાર PIL ના મુખ્ય યાચિકાકર્તા છે. અને તેમણે પોતાના દુ:ખદ અંગત અનુભવ બાદ આ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાયની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં એ અંગે બે યાચિકા દાખલ કરવામાં આવી

અરજીકર્તા નંબર 1 ની માતા અને અરજીકર્તા નંબર 3ની પત્નીને જુલાઈમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાણ થઈ. સારવાર અને કેમોથેરાપી દરમિયાન આ પરિવારે અંગત હોસ્પિટલો દ્વારા દર્દીઓ અને તેમના સહાયકોના શોષણનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. તેમણે જોયુ કે કેવી રીતે હોસ્પિટલો દર્દીઓને માત્ર પોતાની જ ફાર્મસીમાંથી મોંઘી દવાઓ ખરીદવા મજબુર કરે છે. ઘણીવાર આ દવાઓ રિટેલ કિંમત કરતા ઘણી વધારે અને મનઘડંત રીતે વધારેલા ભાવે વેચવામાં આવે છે, જો અરજદારો જેનરિક દવાઓની માગ કરે તો તેમને નકારી કાઢવામાં આવે છે.

બીજી અરજી એવા અરજદારે દાખલ કરી છે જેમણે રજિસ્ટર્ડ ડૉક્ટર્સ દ્વારા સસ્તી જેનરિક દવાઓ ન લખવા અને ફાર્મા કંપનીઓ અને રિટેલર્સ દ્વારા દવાઓની કિંમતોમાં કરવમાં આવી રહેલી અનૈતિક નફાખોરી સામે અવાજ ઉઠાવ્યો છે. આ અરજીમાં માગ કરાઈ છે કે ‘ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર, 2013’ અંતર્ગત સખ્ત નિયમ લાગુ કરવામાં આવે જેથી કિંમતોમાં થનારી લૂંટને રોકી શકાય.

હોસ્પિટલો દ્વારા સારવાર માટે શુલ્ક વસૂલવું અને ખર્ચની ભરપાઈ (રીઈમ્બર્સમેન્ટ) મેળવવી

કોર્ટે નોંધ્યુ કે, “જ્યારે દર્દીઓ AYUSH યોજના હેઠળ સારવાર લે છે, ત્યારે તેનો સંપૂર્ણ ખર્ચ કરદાતાઓ ભોગવે છે. હોસ્પિટલો આ ભાવે દવાઓ ખરીદે છે અને ત્યારબાદ સરકાર પાસેથી ખર્ચનું રિએમ્બર્સમેન્ટ પણ લઈ રહ્યા છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ એ કહ્યુ કે કોર્પોરેટ હોસ્પિટલો સેવા દેનારી સંસ્થાને બદલે ઉદ્યોગોની જેમ કામ કરી રહી છે. કોર્ટે સવાલ કર્યો કે જ્યારે સરકારી સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ હેઠળ સારવારનો તમામ ખર્ચ સરકાર એટલે કે કરદાતાઓ ચુકવે છે તો મોંઘી દવાઓની કિંમતોનો બોજો સામાન્ય લોકો પર કેમ લાદવામાં આવે?

ત્રણ હજારની દવાની MRP ₹27 હજાર કેમ?

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે એક કેન્સરની દવાનું ઉદાહરણ આપતા પ્રાઈસ ટુ રિટેલર એટલે કે PTR લગભગ ₹2700 અને તેની છૂટક કિંમત MRP ₹27,000 હોવાનો મુદ્દો ઉઠાવ્યો. કોર્ટે દવાની કિંમતોમાં આ મસમોટા તફાવત પર લાલઘુમ થઈ . મંગળવારે સુનાવણીમાં પણ બેંચે આ જ ઉદાહરણને આગળ ધપાવતા કહ્યુ કે કોર્પોરેટ હોસ્પિટલ દર્દીઓને પોતાની જ ફાર્મસી કે કેમિસ્ટ પાસેથી દવા ખરીદવાનું કહે છે. જો દર્દી બહારથી દવા ખરીદીને લાવે છે તો હોસ્પિટલની દાદાગીરી તો જુઓ.. તે સારવારની ગેરંટી આપવાની મનાઈ કરે છે.

‘સરકારી યોજના’ માં સારવારનો ખર્ચ કોણ આપે છે?

કોર્ટની બેંચે આ સમગ્ર મામલે સરકારી સ્વાસ્થ્ય યોજના સાથે જોડીને મહત્વપૂર્ણ સવાલો કર્યા. કોર્ટે કહ્યુ કે જો કોઈ દર્દી સરકારી યોજના અંતર્ગત સારવાર કરાવી રહ્યો છે અને હોસ્પિટલની ₹27 હજારની કિંમતોવાળી દવાની ચુકવણી સરકાર કરે છે, જ્યારે દવાની અસલી કિંમત લગભગ 3 હજાર છે. તો વધારાના પૈસા આખરે કોના ખિસ્સામાંથી જઈ રહ્યા છે? કોર્ટે ખુદ જ તેનો જવાબ આપતા કહ્યુ કે આ નાણાં દેશના સામાન્ય કરદાતાઓના ખિસ્સામાંથી જાય છે. બેંચ એ પણ સવાલ કર્યો કે દવાઓની કિંમતો અને હોસ્પિટલો ના માર્જિન માટે એક સમાન નિયમ કેમ ન હોઈ શકે?

જરૂરી અને બિન-જરૂરી દવાઓમાં ફર્ક કેમ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એ પણ પૂછ્યુ કે અનુસૂચિત જરૂરી દવાઓ અને ગેર અનુસૂચિત દવાઓ વચ્ચે કિમત નિયંત્રણ મામલામાં અંતર કેમ રાખવામાં આવ્યુ છે. બેંચ એ સવાલ કર્યો કે આ તમામ દવાઓની વધુમાં વધુ કિંમતો પર 16% માર્જિન ની સીમા નક્કી કરી શકાય છે. કોર્ટે સરકારને આ તમામ માળખા પર વિચાર કરવા સૂચન કર્યુ.

₹27 હજારની દવા જો ₹3 હજાર મળશે તો દર્દીને નક્લી લાગશે

કોર્ટની બેંચે દવાઓની કિંમતોમાં ભારે તફાવતના એક અન્ય પાસા પર પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યુ જો કોઈ ઈમાનદાર કેમિસ્ટ ₹27 હજાર પ્રિન્ટની કિંમતવાળી દવાઓ ₹3 હજારમાં દેવાની વાત કરે, તો દર્દીને શંકા ઉપજી શકે કે આ દવા અસલી હશે કે નહીં. એટલે કે કિંમતોમાં આટલો મોટો તફાવત દર્દીઓમાં વિશ્વાસ નું સંકટ પણ ઉભુ કરી શકે છે.

સરકારે કહ્યુ સંતુલિત સમાધાન કાઢવુ પડશે

કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રાખ્યો. તેમણે સ્વીકાર્યુ કે આ સમસ્યાનું સમાધાન શોધવાની જરૂર છે. તેમણે કહ્યુ કે સરકારે અલગ-અલગ હિતો વચ્ચે સંતુલન બનાવી કોઈ માર્ગ કાઢવો પડશે અને આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા બાદ જવાબ આપવાનું જણાવ્યુ. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મુદ્દે આપસી વિચાર- વિમર્શ માટે વધુ સમય આપ્યો છે. કેસની આગામી 12 ઓક્ટોબરે મુકરર કરવામાં આવી છે.

જેને માણસે બનાવ્યુ એ AI શું માનવજાતના વિનાશનું કારણ બનશે? સેમ ઓલ્ટમેન-એમોડેઇની ચેતવણીથી ખળભળાટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">