Rajkot: જામકંડોરણામાં ઘરમાં ઘુંટણસમા પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન, તૈયાર કપાસનો પાક પલળી ગયો, જુઓ Video
રાજકોટના જામકંડોરણાના પીપરડી ગામમાં ધોધમાર વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ખેડૂતોને પારાવાર ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઘરમાં મુકેલો તૈયાર કપાસનો પાક પલળી ગયો. તો ગામમાં બનેલા નવા રોડનું પણ ધોવાણ થયું.
Rajkot Rain: રાજકોટના જામકંડોરણાના (Jamkandorana) પીપરડી ગામમાં આભ ફાટતા સારણ નદીના પાણી ઘરોમાં ફરી વળ્યા. ઘરમાં ઘુંટણસમા પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું. ઘરમાં મુકેલો તૈયાર કપાસનો પાક પલળી ગયો. તો ગામમાં બનેલા નવા રોડનું પણ ધોવાણ થયું.
આ પણ વાંચો : ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ, તાલાળા નજીકનો હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video
બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં પાણીની આવક થઈ છે. ધોરાજીથી પસાર થતી સફૂરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પાણી મંદિરના પરિસરમાં ઘુસ્યા હતા. સફૂરા નદી કિનારે આવેલ પંચનાથ મહાદેવ મંદિરના પરિસરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.
રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
