Gir somnath : ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ, તાલાળા નજીકનો હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video

Gir somnath : ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ, તાલાળા નજીકનો હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:58 AM

ભારે વરસાદથી (Rain) તાલાળા નજીકનો હિરણ-2 ડેમ (Hiran-2 Dam) ઓવરફ્લો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે.

Gir somnath : ગીર સોમનાથમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગીર સોમનાથમાં ગઇકાલ એટલે કે મંગળવાર અવિરત મેઘ કૃપા ઉતરી રહી છે. ભારે વરસાદથી (Rain) તાલાળા નજીકનો હિરણ-2 ડેમ (Hiran-2 Dam) ઓવરફ્લો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ-2 ડેમના તમામ 7 દરવાજા ખોલાયા છે. હિરણ ડેમના પાંચ દરવાજા 2 ફૂટ તેમજ 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાવામાં આવ્યા છે. હિરણ ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Gir somnath Rain : વેરાવળ-કોડીનાર હાઈવે કરાયો બંધ, સૂત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળ્યાં, જૂઓ Video

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">