Rajkot : દાઝ્યા પર ડામ ! TRP અગ્નિકાંડના 3 આરોપીને જામીન આપતા પીડિતોમાં આક્રોશ, જુઓ Video
રાજકોટમાં બનેલા TRP અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હજી પીડિતોના આંખના આસું સુકાયા નથી ત્યાં તો નિર્દોશ લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર આરોપીઓને જામીન મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
રાજકોટમાં બનેલા TRP અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હજી પીડિતોના આંખના આસું સુકાયા નથી ત્યાં તો નિર્દોષ લોકોના જીવ સાથે ચેડા કરનાર આરોપીઓને જામીન મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. TRP અગ્નિકાંડના 3 આરોપીઓને જામીન મળતા પીડિત પરિવારમાં રોષ જોવા મળ્યો છે. પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
TRP અગ્નિકાંડના પીડિતોમાં આક્રોશ
સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન રદ કરાવે તેવી માગ કરવામાં આવી છે. તો આ તરફ પીડિત પરિવારનું કહેવુ છે કે એક બાદ એક તમામ આરોપીને જામીન મળી જશે તો ન્યાય કેવી રીતે મળશે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની પીડિત પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે.
3 આરોપીઓને મળ્યા જામીન
આરોપીઓના જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટ સુધી પીડિત પરિવાર જવા માટે તૈયાર છે. આ સાથે જ પીડિત પરિવારે આરોપીઓ સામે ડે-ટુ-ડે કેસ ચાલે તેવી પણ માગ કરી છે. મહત્વનું છે કે TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના ત્રણ એન્જિનિયર રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન અપાાયા છે.
જાણો શું હતી સંપૂર્ણ ઘટના
રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 33 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા.1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા. આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શીએ નિવેદનો પણ આપ્યા હતા કે, ફાયર અલાર્મ સિસ્ટમ પણ ન હતી. આ ઘટનાને ધ્યાને રાખતા સરકારે પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને તપાસના આદેશ સોંપવામાં આવ્યો હતા. જેમાં અનેક ખુલાસા થયા હતા. જેના પગલે લાંચિયા અધિકારીઓ સહિત TPO મનસુખ સાગઠિયાની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.