રાજકોટ અગ્નિકાંડમાં SITએ 6 અધિકારીઓના લીધા નિવેદન, વધુ 10 અધિકારીઓને પૂછપરછ માટે તેડું, જુઓ વીડિયો

|

May 31, 2024 | 11:44 PM

રાજકોટ અગ્નિકાંડમાં 6 અધિકારીઓના SITએ નિવેદન લીધા છે. કોર્પોરેશન, ફાયર અને પોલીસ વિભાગના અધિકારીઓના નિવેદનોની નોંધ લેવામાં આવી છે. આવતીકાલે વધુ 10 અધિકારીઓને SITનું પૂછપરછ માટે તેડું આવ્યું છે. છેલ્લા 2 દિવસથી સ્ટેટ ક્રાઇમ બ્યુરોની કચેરીમાં બંધ બારણે પૂછપરછ ચાલી રહી છે.

રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારના આદેશ થી ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની SIT દ્વારા રાજકોટના વિવિધ વિભાગોના 6 અધિકારી કર્મચારીઓના નિવેદન શુક્રવારે લેવામાં આવ્યા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ના આ 6 અધિકારીઓ ની SIT દ્વારા વિગતવાર પૂછપરછ કરી તેઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની કચેરી ખાતે બંધ બારણે ચાલી રહેલી પૂછપરછ અને નિવેદન પ્રકીર્યા દરમ્યાન જે નવા મુદ્દાઓ ઉપસ્થિત થશે તેને લઈ ને કેટલાક અધિકારીઓની બીજી વખત ઉલટ તપાસ કરવામાં આવે તેવી શકયતા છે.

આવતી કાલે એટલે કે શનિવારે વધુ 10 અધિકારીઓ ને પૂછપરછ માટે SIT દ્વારા બોલાવવામાં આવ્યા છે. આ સમગ્ર અગ્નિકાંડના પડઘા ખૂબ ઊંડા પડ્યા છે. તપાસનો ધમધમાટ જે ગતિએ જઈ રહ્યો છે. જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. મહત્વનું છે કે તમામ અધિકારીઓ પણ આ કેસને લઈ એલર્ટ થઈ ચૂક્યા છે. ખુદ દેશના ગૃહમંત્રી અમિત શાહની એન્ટ્રી આ કેસમાં થઈ ચૂકી છે. આગામી સમયમ આ વધુ આરોપી આ કેસમાં  સામે આવએ તો નવી નહીં.

Next Video