Rajkot Fake Robbery : 11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું, બે આરોપી ઝડપાયા, જુઓ Video
રાજકોટમાં 11 લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ બનાવટી લૂંટનું કાવતરું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના નાનામવા રોડ પર સાગર ચોક નજીક બનેલી ૧૧ લાખ રૂપિયાની લૂંટની ઘટનામાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ સમગ્ર ઘટના વાસ્તવમાં લૂંટ નહોતી, પરંતુ પૈસા પરત ન આપવા માટે રચવામાં આવેલું એક તરકટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવટી લૂંટના કાવતરા મામલે બે શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધીરેન્દ્રસિંહ વાઘેલા નામના શખ્સે તેના સાઢુભાઈ હરદેવસિંહ ઝાલા પાસેથી લીધેલા 11 લાખ રૂપિયા પરત ન આપવા માટે આ લૂંટનું તરકટ રચ્યું હતું. હરદેવસિંહ ઝાલાએ પોતાના ઉછીના આપેલા પૈસા પરત માંગતા, ધીરેન્દ્રસિંહે તેમને રકમ લેવા બોલાવ્યા હતા. ત્યારબાદ 11 લાખ રૂપિયા સાથે મામા હરદેવસિંહ સાથે ધીરેન્દ્રસિંહ બાઇક પર નીકળ્યા હતા. આ સમયે બાઇક પર આવેલા અન્ય બે શખ્સોએ ધીરેન્દ્રસિંહના હાથમાંથી થેલો ઝુંટવી ફરાર થયા હોવાનો દેખાવ કર્યો હતો.
શરૂઆતથી જ પોલીસને આ લૂંટની ઘટના શંકાસ્પદ લાગતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસમાં સમગ્ર કાવતરું પ્રી-પ્લાનિંગ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આ મામલે ઝડપથી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.
નવરાત્રીમાં નહીં પડે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
