ખેડૂતો પર એક પછી એક કુદરતી આફતો આવતી જ રહે છે. આ વર્ષે ખેડૂતોને અનેક વાર થયેલા માવઠાના કારણે ખેતીમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને રાજકો(Rajkot)ના ધોરાજી (Dhoraji)માં શિયાળાના વાવેતર પર માવઠાના મારના કારણે ખેડૂતો (Farmers) ફરી મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત ચોમાસામાં થયેલી અતિ વૃષ્ટિએ કપાસનો પાક બગડ્યો હતો. જેને લઈને આ વર્ષે રવિ સીઝનમાં ખેડૂતોએ કપાસન ઘઉં, ચણા, જીરુંના પાકનું વાવેતર કર્યુ છે. ચોમાસામાં થયેલ નુકસાનની ભરપાઈ આ શિયાળામાં થાય તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ, આ વર્ષે શિયાળામાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને ફરીથી સહન કરવાનો વારો આવ્યો છે.
રાજકોટના ધોરાજી તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. જયારે ચણા અને જીરુંના પાકને સતત થઇ રહેલ ઝાકળથી ખૂબ મોટુ નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોને પાકના ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો આવી શકે છે. ત્યારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી જલ્દી જ શરૂ થાય અને પૂરતા ટેકાના ભાવ મળે તેવી ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે.ચાલુ વર્ષે ધોરાજી તાલુકામાં ઘઉંના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 7 હજાર હેક્ટરની જમીનમાં ઘઉંનું વાવેતર થયુ છે. બીજી તરફ ચાલુ વર્ષે જીરૂનું વાવેતર વધ્યું છે.
ખેડૂતોએ જરૂરિયાત મુજબ પાકના વાવેતરમાં ફેરબદલી કરી છે. પરંતુ તેમાં પણ યોગ્ય ઉત્પાદન નહિ મળવાની શક્યતા છે. ખેડૂતો સરકાર પાસે સારા ટેકાના ભાવની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે સરકાર આવા ખેડુત માટે યોગ્ય કરે તે જરૂરી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-