Rajkot: લેટરબોમ્બના વિવાદ વચ્ચે CP મનોજ અગ્રવાલનું સમર્થન કરતી પોસ્ટ વાયરલ, ૩ વર્ષની કામગીરીને બિરદાવાઈ

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ પર ગંભીર રીતે આક્ષેપો કર્યા બાદ પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે, જો કે આ બધાની વચ્ચે રાજકોટ પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલે કરેલી ત્રણ વર્ષની કામગીરી ઉજાગર કરતી પોસ્ટ હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે

Rajkot: લેટરબોમ્બના વિવાદ વચ્ચે CP મનોજ અગ્રવાલનું સમર્થન કરતી પોસ્ટ વાયરલ, ૩ વર્ષની કામગીરીને બિરદાવાઈ
Rajkot CP Manoj Agarwal (file photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 06, 2022 | 7:02 PM

રાજકોટના ધારાસભ્ય  (MLA) ગોવિંદ પટેલે પોલીસ પર ગંભીર રીતે આક્ષેપો કર્યા બાદ પોલીસ  (Police) બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. જો કે આ બધાની વચ્ચે રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner)  તરીકે મનોજ અગ્રવાલે કરેલી ત્રણ વર્ષની કામગીરી ઉજાગર કરતી પોસ્ટ હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે.

રાજકોટની જનતાના નામથી વાયરલ થયેલી પોસ્ટમાં પોલીસ કમિશનરની કામગીરીના વખાણ કરવામાં આવ્યા છે. જ્યારે તેના પર આક્ષેપો કરનારાઓની સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ઉપરથી એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે કરેલા કામો ગણાવવા બેસીએ તો તે ઓછા પડે તેમ છે… આ છે તે પોસ્ટના અંશો.

અમે તમને નહી ભૂલીએ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ…,

લાખો પુસ્તકો વાંચી, હજારો કરોડો લોકોમાંથી પસંદગી પામી, દેશ ,રાજ્ય અને જનતાની સેવા કરતા એક સુશિક્ષિત અને ઉંચ અધીકારી પર આંગળી ચીંધવી કે આક્ષેપો કરવા ખૂબજ સહેલા હોય છે. છેલ્લા ત્રણ વર્ષમા આજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના વડપણ હેઠળ રાજકોટ શહેર પોલીસે કરેલ ઉમદા કાર્યો જોઇએ તો ભુલાય તેમ નથી. કોરોના જેવો કપરો કાળ હોય અને લોકડાઉન લાગેલુ હોય ત્યારે આ જ શહેરની પોલીસે દિવસ રાત એક કરી લાખો લોકોના જમવાની વ્યવસ્થા કરેલ તે રાજકોટ શહેર પોલીસનુ માનવીય કાર્ય કેમ ભૂલી શકાય ?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરોનાથી આપણે સંક્રમિત ન થાય તેના માટે પોતાની જાન તથા પરીવાર ની પરવા કર્યા વગર બંદોબસ્તમા રોડ ઉપર રાત-દિવસ, તડકો-છાંયડો જોયા વગર રાજકોટ પોલીસે કરેલ કામગીરી કેમ ભુલી શકાય ? કોરોના જેવા કપરા કાળમા ઇંજેકશન જેવી જરૂરી ચીજવસ્તુની કાળાબજારી કરતા ઇસમોને તુરંત પકડી કાયદાનુ ભાન કરાવેલ એ કાર્ય આપણે કેમ ભૂલી શકીએ ? લાખો રૂપીયાની ચોરી હોય, લૂંટ હોય, ધાડ હોય, કે પછી ખૂન હોય આવા ગુનેગારોને ગણતરી ની કલાકોમા પકડી,જેલના સળીયા દેખાડી રાજકોટ શહેરની જનતાને સુરક્ષાની ભાવના પુરી પાડતા આવા રાજકોટ શહેર પોલીસના કાર્યોને કેમ ભૂલી શકાય ?

આજે રાજકોટ શહેરની અંદર રાત્રીના સમયે આપણી બહેન દીકરીઓ સુરક્ષીત રીતે હરી ફરી શકે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નારી સુરક્ષા માટે દુર્ગા શક્તિ જેવી ટીમો બનાવેલ તે એમનુ ઉમદા કાર્ય કેમ ભૂલી શકીએ ? લોકોની જાન-માલની રક્ષા માટે આખા રાજકોટ શહેરને ટેકનોલોજીથી અપગ્રેડ કરી, શહેરમા ચારો તરફ સીસીટીવી કેમેરા લગાડી, “આઇ વે પ્રોજેક્ટ” જેવો અદ્યતન પ્રોજેક્ટ રાજકોટ શહેરની જનતા ને અર્પણ કરવાનુ કાર્ય આપણે કેમ ભૂલી શકીએ ?

મિત્રો આવુ લખીએ તો રાજકોટ શહેર પોલીસ અને પોલીસ કમિશ્નર માટે લખવા માટે ઘણુ બધુ સારૂ છે પણ આપણે આપણા સ્વભાવથી લાચાર છીએ. ખરેખર આક્ષેપોના ખરા કારણો જાણ્યા વગર બોલવુ સમાજ કે જનતા માટે હિતાવહ હોતુ નથી. ઘણીવાર જે નરી આંખે દેખાતુ હોય છે તે સત્ય હોતુ નથી અને જે સત્ય હોય છે તે નરી આંખે દેખાતુ નથી આપણી કઠણાઇ એ છે કે સત્ય જાણ્યા વગર આપણે સૌ વાતોના પ્રવાહમા તણાઇ જઇએ છીએ અને ઘણીવાર એક કર્તવ્યનિષ્ઠ,ઇમાનદાર અને સમાજમા ફેલાયેલા લાખો-કરોડો દુષણો સામે જજુમી રહેલી વ્યક્તિને ગુમાવી બેસીએ છીએ.

સકારાત્મક વસ્તુઓ ભુલી જઇ, નકરાત્મક વસ્તુના એક તણખલા પાછળ વહી જઇ સમાજ અને જનાતાને ઘણીવાર ગાડરીયા પ્રવાહ ની જેમ ગેર માર્ગે દોરી જઇએ છીએ. કોઇ બુધ્ધીશાળી માણસે સાચુ જ કહ્યુ છે “વ્યક્તિગત ગાંડપણ જુજ હોય છે પરંતુ સમુહમા સામાન્ય હોય છે”.

લી.

રાજકોટ શહેરની જનતા

આ પણ વાંચોઃ Letter bomb-સોની વેપારીની વ્યથા, કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતા, પીઆઇએ લાફા ઝીંક્યા

આ પણ વાંચોઃ Inside story: IPS અધિકારીઓની બદલી પહેલા લેટર બોમ્બ થકી રાજકોટ પોલીસ કમિશનરનું રાજકીય “એન્કાઉન્ટર” કરાયું?

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">