Rajkot: રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાણી કાપ, 6 વોર્ડની 77 સોસાયટીમાં પાણી વિતરણ બંધ
રાજકોટના વોર્ડ નં.7, 11, 12, 13, 14, અને 17ના આંશિક ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે. આ છ વોર્ડમાં ભક્તિનગર, ઢેબર રોડ, ગોંડલ રોડ, લોહાનગર, હસનવાડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
ભર શિયાળે રાજકોટવાસીઓને પાણી માટે વલખાં મારવા પડી શકે છે. ભર શિયાળે શહેરીજનોને તરસ્યાં રહેવું પડી શકે છે. કારણ કે આજે રાજકોટ (Rajkot)ના 6 વોર્ડમાં પાણી કાપ (Water Cut )રહેશે..પાણી કાપને લઇ 6 વોર્ડની 77 સોસાયટીઓમાં આજે પાણી નહીં મળે.
રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી
રાજકોટ મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ ભાદર યોજના આધારીત ગોડલ પમ્પીંગ સ્ટેશન અને રીબડા ફિલ્ટર પ્લાન્ટ વચ્ચે 900 એમ.એમની મેઇન લાઇન પરના એરવાલ્વ ડેમેજ થયો છે. રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે જેના રીપેરીંગની કામગીરી માટે 7 ફેબ્રુઆરી એટલે કે આજે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ભર શિયાળે લોકોએ પાણી વગર રહેવુ પડશે.
6 વોર્ડમાં પાણી નહીં મળે
રાજકોટના વોર્ડ નં.7, 11, 12, 13, 14, અને 17ના આંશિક ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે. આ છ વોર્ડમાં ભક્તિનગર, ઢેબર રોડ, ગોંડલ રોડ, લોહાનગર, હસનવાડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજકોટમાં પહેલેથી લોકોને પાણીની સમસ્યા રહે છે. તેમાં પણ વાંરવાર પાણીકાપના પગલે લોકોને વધુ હાલાકી સહન કરવી પડે છે. ત્યારે ફરીએક વાર રિપેરિંગના નામ પર રાજકોટની જનતાને પાણી વિતરણ કરવામાં નહીં આવે.
આ પણ વાંચો-
Junagadh:પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અનુયાયીઓ ઉમટી પડ્યા
આ પણ વાંચો-