Rajkot: બે માસમાં 2,500થી વધુ ઢોર પકડ્યાનો કોર્પોરેશનનો દાવો, વિપક્ષે કામગીરી પર ઉઠાવ્યા સવાલ
રાજકોટમાં સત્તાવાર આંકડા પર નજર કરીએ તો નવેમ્બર મહિનામાં 891 ઢોર પકડવામાં આવ્યા હતા તો બીજી તરફ ડિસેમ્બરમાં 1,100 ઢોરને પકડી દંડ વસૂલવામાં આવ્યો હતો.
રાજકોટ (Rajkot)માં રખડતા ઢોર (Stray cattle) મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ ટકોર બાદ મનપાની ઢોર પકડ ટીમ એક્શનમાં આવી છે. છેલ્લા 2 મહિનામાં 2500થી વધુ ઢોરને પકડી 4 લાખથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યાં અડિંગો જમાવીને બેસી જાય છે. જેના કારણે વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે. રાજકોટમાં સત્તાવાર આંકડા પર નજર કરીએ તો નવેમ્બર મહિનામાં 891 ઢોર પકડવામાં આવ્યા હતા તો બીજી તરફ ડિસેમ્બરમાં 1,100 ઢોરને પકડી દંડ વસૂલવામાં આવ્યો હતો. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 500 જેટા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આ મામલે વિપક્ષના નેતાએ આકરા પ્રહાર કર્યા છે. વિપક્ષના નેતાએ મનપાની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. વિપક્ષ નેતાએ સવાલ કર્યો હતો કે કોર્પોરેશન આટલા ઢોર પકડે છે તો ફરી રસ્તા પર ઢોર કેવી રીતે પહોંચી જાય છે. વર્ષોથી માલધારી વસાહતની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન એ દિશામાં કામ નથી કરી રહી. માલધારી વસાહત બનાવવામાં આવે તો રખડતા ઢોરનો પ્રશ્નનો નિકાલ આવે તેમ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 108ને 3,367 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા, અમદાવાદમાં દોરીથી ઈજાના 74 કેસ નોંધાયા