ગુજરાતમાં 108ને 3,367 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા, અમદાવાદમાં દોરીથી ઈજાના 74 કેસ નોંધાયા

ગુજરાતમાં 108ને 3,367 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા, અમદાવાદમાં દોરીથી ઈજાના 74 કેસ નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 11:29 PM

ઉત્તરાયણ પર્વે પક્ષીઓના પણ ગંભીર રીતે ઘાયલ થવાના કેસ નોંધાયા છે. ત્યારે આંકડાઓ પર નજર કરીએ તો પાંજરાપોળ સંસ્થામાં 287 પક્ષી દોરીથી ઘવાયા હતા. 287માં સૌથી વધુ કબૂતર ઘાયલ થયા તો મોર સહિતના પક્ષીઓ પણ ઘાયલ થયા.

અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન દોરીથી ઈજાના 74 કેસ નોંધાયા છે. ઉજવણી દરમિયાન દોરીથી ઈજાગ્રસ્ત થનાર લોકોના રાજ્યભરમાંથી 108માં કોલ આવ્યા હતા. રાત્રે 9 વાગ્યા સુધીમાં 108ને 3 હજાર 367 ઈમર્જન્સી કોલ આવ્યા. જેમાંથી 2 હજાર 925 કોલ પર કામગીરી કરાઈ. ત્યારે 2 હજાર 925માંથી દોરીથી ઈજાના કુલ 248 કેસ નોંધાયા હતા. સૌથી વધુ અમદાવાદમાં 74 કેસ નોંધાયા. અમદાવાદ સિવાય રાજ્યમાં વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ દોરીથી ઘાયલ થનારા લોકોની સંખ્યા નોંધાઈ.

ઉત્તરાયણ પર્વે પક્ષીઓના પણ ગંભીર રીતે ઘાયલ થવાના કેસ નોંધાયા છે. ત્યારે આંકડાઓ પર નજર કરીએ તો પાંજરાપોળ સંસ્થામાં 287 પક્ષી દોરીથી ઘવાયા હતા. 287માં સૌથી વધુ કબૂતર ઘાયલ થયા તો મોર સહિતના પક્ષીઓ પણ ઘાયલ થયા. એનિમલ માટેની કરુણા અભિયાન હેલ્પલાઈનમાં 1372 કોલ નોંધાયા હતા. ત્યારે 1372માં પશુને લગતા 804 અને પક્ષીને લગતા 568 કોલ નોંધાયા હતા. તો આ વર્ષે પણ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં ઘણા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું. જેમાં પક્ષીઓ સૌથી વધુ ચાઈનીઝ દોરીથી ઘવાતા હોય છે.

અમદાવાદમાં પક્ષીઓના દોરીથી ઘાયલ થવાના ગત ત્રણ વર્ષના કેસ પર નજર કરીએ તો 2019માં 4 હજાર 200 કેસ નોંધાયા હતા. 2020માં 4 હજાર 100 કેસ નોંધાયા તો 2021માં 3 હજાર 300થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે આ પતંગોત્સવમાં દોરીથી ઘાયલ પક્ષીઓનો આંકડો 2 હજારને પાર જાય તેવી પણ સંભાવના એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરા : સોખડા મંદિરના સંતોના વિવાદમાં ભક્તો બન્યા શિકાર, ગુંજન પટેલ અને કૃણાલ ઠક્કરને ટોળાએ માર માર્યો

આ પણ વાંચો : Ambaji મંદિરમાં દાનની આવકમાં થયો 30 ટકાનો વધારો

g clip-path="url(#clip0_868_265)">