Rajkot: અટલ સરોવરમાં રાઇડ ઓપરેટરની મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટકી રહ્યા, જુઓ Video

Rajkot: અટલ સરોવરમાં રાઇડ ઓપરેટરની મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટકી રહ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 08, 2025 | 2:33 PM

રાજકોટના અટલ સરોવરમાં રવિવારે એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મોજમસ્તી માટે આવેલી એક રાઈડ દરમિયાન ઓપરેટરે ચકડોળ (જાયન્ટ વ્હીલ) ચાલુ સ્થિતિમાં જ બંધ કરી સ્થળ પરથી ચાલ્યો ગયો. તેના પગલે ચકડોળમાં બેઠેલા 6 લોકો લગભગ 20 મિનિટ સુધી હવામાં અડકી ગયા હતા. ઘટનાથી સ્થળ પર દહેશત ફેલાઈ ગઈ હતી.

રાજકોટના અટલ સરોવરમાં રવિવારે એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. મોજમસ્તી માટે આવેલા લોકોને રાઇડ દરમિયાન ખરાબ અનુભવ થયો. એક રાઈડ દરમિયાન ઓપરેટરે ચકડોળ (જાયન્ટ વ્હીલ) ચાલુ સ્થિતિમાં જ બંધ કરી સ્થળ પરથી ચાલ્યો ગયો. તેના પગલે ચકડોળમાં બેઠેલા 6 લોકો લગભગ 20 મિનિટ સુધી હવામાં લટકી ગયા હતા. ઘટનાથી સ્થળ પર દહેશત ફેલાઈ ગઈ હતી.

કડક કાર્યવાહી કરવાની માગ કરી

માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાવધાનીપૂર્વક તમામ લોકોને રેસ્ક્યૂ કરીને સલામત બહાર કાઢ્યા હતા. નાગરિકોએ આ બેદરકારીને ગંભીર ગણાવી રાઈડ્સ ઓપરેટર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. કારણ કે આ બેદરકારીથી નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હતા.

આ મુદ્દે RMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું છે કે ઘટનાની વિગતવાર તપાસના આદેશ અપાયા છે. તેમજ કોન્ટ્રાક્ટ એજન્સી ક્યૂબ કન્સ્ટ્રક્શન, જે અટલ સરોવરની રાઇડ્સ ચલાવે છે, પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. શહેરમાં રાઇડ્સની સલામતીના ધોરણોને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે અને નાગરિકો જવાબદાર તંત્રની સજાગતા માગે છે.

(With Input: Mohit Bhatt-Rajkot)

ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

Published on: Dec 08, 2025 12:26 PM