ચારણ સમાજના સમર્થનમાં રાજકોટ આહિર સમાજે કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર, ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માગ
ગીગા ભમ્મરે ચારણ-ગઢવી સમાજ વિશે કરેલા વિવાદી નિવેદન બાદ આહિર સમાજના અગ્રણીઓ ચારણ સમાજનું સમર્થન કરી રહ્યા છે. આજે રાજકોટ આહિર સમાજે ચારણ સમાજના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ અને ભમ્મરે કરેલા બફાટને સખ્ત શબ્દોમાં વખોડતા તેમની સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
ગીગા ભમ્મરના વિવાદિત નિવેદન બાદ આહિર અને ચારણ સમાજ વચ્ચે જ્યાં સંગ્રામ જેવી સ્થિતિ છે, ત્યારે હવે આ વિવાદને ઠંડો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, તેવું હવે લાગી રહ્યું છે. રાજકોટ ખાતે આહિર સમાજના અગ્રણીઓએ કલેક્ટરને ચારણ સમાજના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. આહિર સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે કે, ગીગા ભમ્મરે કરેલું નિવેદન વ્યક્તિગત છે. આહિર સમાજને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આહિર સમાજે ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
ચારણ સમાજના માતાજી આઈમા સોનલ અમારા પણ માતા સમાન- અર્જુન ખાટરિયા
આહિર સમાજના અગ્રણીઓ અર્જુન ખાટરીયાએ જણાવ્યુ કે માત્રને માત્ર એ વિવાદી નિવેદન ગીગા ભમ્મરનું છે. અમે ચારણ અને ગઢવી સમાજનું સમર્થન કરીએ છીએ. તેમની લાગણી દુભાઈ છે તેમને ટેકો આપીએ છીએ. વધુમાં જણાવ્યુ કે આઈમા સોનલ અને ચારણ ગઢવી પવિત્ર સમાજ છે. આઈમા સોનલ માતાજીને અમે પૂજીએ છીએ. એમના વિશે અમે જે શબ્દપ્રયોગ કર્યા છે, તેનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે.
ચારણ સમાજ વર્ષોથી આહિર સમાજના ભાણેજ રહ્યા છે- ઘનશ્યામ હેરભા
આહિર સમાજના અગ્રણી ઘનશ્યામ હેરભાએ જણાવ્યુ કે આ પ્રકારનો વાણી વિલાસ કોઈપણ સમાજે કોઈપણ સમાજે ન કરવો જોઈએ. ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ વચ્ચે વર્ષોથી સંબંધો ચાલ્યા આવે છે. ચારણ સમાજ આહિર સમાજના ભાણેજ થાય છે. તો આહિર સમાજ મામા તરીકે ફરજ છે કે ભાણેજોની સાથે રહેવુ જોઈએ. આવો વાણીવિલાસ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને એમના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ.
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
