ગુજરાત ATS ની પૂછપરછમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો, ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલાતી : સૂત્ર

ગુજરાત ATSની તપાસમાં થયેલા ખુલાસાની વાત કરીએ તો, સજ્જાદ જમ્મુ-કાશ્મીરના રાજૌરી મજાકોટ વિસ્તારનો વતની છે. અને તે 73 BSF બટાલિયનમાં ફરજ બજાવતો હતો. 8 વર્ષ અગાઉ BSFમાં ભરતી થયો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:58 AM

કચ્છમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સમાં ફરજ બજાવતા એક જવાને દેશ સાથે ગદ્દારી કરી છે.કચ્છ BSFમાં ફરજ બજાવતો સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ જાસુસીકાંડમાં સપડાયો છે. ગુજરાત ATSને મળેલી જાણકારી મામલે સજ્જાદ મોહમંદની તપાસ કરવામાં આવી. જેમાં ખુલાસો થયો કે તે ખોટી જન્મ તારીખના આધારે BSFમાં જોડાયો હતો. અને પાકિસ્તાની સૈન્યને પોતાના મોબાઇલ ફોન દ્વારા ગુપ્ત માહિતીની આપલે કરતો હતો. BSF જવાનનું પાકિસ્તાની સૈન્ય સાથે કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની. અને ગુજરાત ATSએ સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ATSની તપાસમાં થયેલા ખુલાસાની વાત કરીએ તો, સજ્જાદ જમ્મુ-કાશ્મીરના રાજૌરી મજાકોટ વિસ્તારનો વતની છે. અને તે 73 BSF બટાલિયનમાં ફરજ બજાવતો હતો. 8 વર્ષ અગાઉ BSFમાં ભરતી થયો હતો. સજ્જાદ ખોટી જન્મ તારીખના આધારે BSFમાં જોડાયો હતો. જોકે ત્રિપુરા ખાતે ફરજ દરમિયાન એજન્સીઓની રડારમાં આવ્યો હતો. અને મોબાઇલ દ્વારા પાકિસ્તાની સૈન્યને માહિતી મોકલતો હતો. અટારી સ્ટેશનથી પાકિસ્તાન મુસાફરી કરી અને 46 દિવસ પાકિસ્તાનમાં રોકાયાનો ખુલાસો થયો. એક તરફ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે BSFના જવાનની ગદ્દારી સામે આવતા સુરક્ષા એજન્સીઓ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

આ પણ વાંચો : Good news : બાળકો પર કારગર સાબિત થઇ રહી છે Modernaની વેક્સિન, ક્લિનકલ ટ્રાયલમાં જોવા મળ્યા પરિણામ

આ પણ વાંચો : Who is Mukul Rohatgi : કોણ છે ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી જે આર્યન ખાન વતી હાઇકોર્ટમાં રહેશે હાજર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">