લો પ્રેશર, મોનસુન ટ્રર્ફ, ઓફ શોર ટ્રર્ફ, અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને પગલે ગુજરાતમાં છવાશે વરસાદી માહોલ, જુઓ વીડિયો
ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે.
ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે.
બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશર, રાજસ્થાનમાં દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન, ગંગાનર, સિરસા થઈને લો પ્રેશર એરિયા સુધી પસાર થઈ રહેલ મોનસુન ટ્રર્ફ તેમજ મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાઈ પટ્ટીમાં સર્જાયેલ ઓફ શોર ટ્રર્ફને કારણે ગુજરાતમાં આશરે એક સપ્તાહ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ આવતા, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીમાં પણ વ્યાપક વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 24, 2025 08:01 PM
