8થી 10 જાન્યુઆરી દરમિયાન પડી શકે છે રાજ્યમાં વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં આગાહી
રાજ્યમાં ભર શિયાળે ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે. જેમા સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પર ફરી માવઠાનું સંકટ તોળાયુ છે. રાજ્યમાં ભર શિયાળે ફરી માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે. જેમા સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આવેલા ટ્રફને માવઠાની શક્યતા છે. જો કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. માવઠા બાદ જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડવાનું અનુમાન છે.