Rain News : ગુજરાતમાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં 1.65 ઈંચ ખાબક્યો છે. વલસાડમાં 1.45 અને છોટાઉદેપુરના કવાંટમાં 1.34 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે મોરબીના વાંકાનેરમાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો છે.
અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 7 અને 8 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 8 ઓક્ટોબર બાદથી વરસાદી વાતાવરણ હળવું થાય તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
