Rain News : છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં વરસ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 199 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 199 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં 5.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
13 તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
સૌરાષ્ટ્રના જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. કચ્છના મુંદ્રામાં 24 કલાકમાં 3.86 ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના લાલપુરમાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 13 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
