Gujarat: રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Gujarat: રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 9:47 AM

Gujarat: રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ ઠંડી વચ્ચે ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજયના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Gujarat રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે થઈ શકે છે માવઠું થવાની શક્યાતા સર્જાઈ છે. ડિપ્રેશનની અસરથી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થ‌ઈ શકે છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે.

ત્યારબાદ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી વધુ અને લઘુતમ તાપમાન 16થી 23 ડિગ્રી વચ્ચે નોંધાતા ડબલ સિઝન જેવો માહોલ છે. સમગ્ર રાજ્યમાં નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગર અને વલસાડમાં 16.5, ડીસામાં 16.8, કંડલા એરપોર્ટ ખાતે 17.4, કેશોદમાં 17.6, અમદાવાદ અને વડોદરામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ત્યારે શીયાળાનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે માવઠાની આગાહી પણ ચિંતાજનક છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

 

આ પણ વાંચો: દિલ્હીમાં આજે 8 દેશોની NSAની મહત્વની બેઠક, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી ઉભા થયેલા પડકારો પર ચર્ચા, પ્રાદેશિક સુરક્ષાનો મુદ્દો રહેશે

આ પણ વાંચો: Boxing: ઓલિમ્પિક મેડલિસ્ટ લોવલિના બોર્ગોહેનની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાતા નેશનલ ચેમ્પિયન અરુંધતી ચૌધરી કોર્ટમાં પહોંચી

g clip-path="url(#clip0_868_265)">