Gujarati Video : રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદથી પાણીની આવક, આજી 2 ડેમના 4 દરવાજા ખોલ્યા
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે.
Rajkot : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. રાડકોટના માધાપર ગામમાં આવેલા આજી 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Rajkot: પતિના ત્રાસથી પરિણીતાએ વીડિયો બનાવી ઝેરી દવા પી કર્યો આપઘાત, સાસરિયા પક્ષ સામે નોંધાઈ ફરિયાદ
બીજી તરફ પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ હતી. તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. જેના પગલે આજે વડોદરા,છોટાઉદેપુર વલસાડ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમ જ હજી પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.