આજથી 1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ, કેટલાક જિલ્લામાં ફુંકાશે ભારે પવન, જુઓ વીડિયો

આજથી 1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ, કેટલાક જિલ્લામાં ફુંકાશે ભારે પવન, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Oct 25, 2025 | 8:19 AM

ગુજરાતના અનેક જિલ્લાઓમા ફકત વરસાદ જ નહીં, પરંતુ ભારે પવન ફૂંકાવવાની સંભાવના રહેલી છે. પશ્ચિમ બંગાળના સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની અસર 5 નવેમ્બર પછી ગુજરાતમાં જોવા મળી શકે. 25 અને 26 ના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસાવશે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન સિસ્ટમને કારણે, ગુજરાતમાં આગામી 1 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આકાર પામેલ ડિપ્રેશન અને લા નીનોની અસરને કારણે,  ગુજરાત રાજ્યમાં આજે 25 ઓક્ટોબરથી આગામી 1 નવેમ્બર સુધી વરસાદ વરસતો રહેશે.

અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમને કારણે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેવાની સંભાવના છે. મુંબઈથી આ વરસાદી સિસ્ટમની શરૂઆત થઈને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ અસર કરતી જણાશે. જેના કારણે આ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

ગુજરાતના અનેક જિલ્લાઓમા ફકત વરસાદ જ નહીં, પરંતુ ભારે પવન ફૂંકાવવાની સંભાવના રહેલી છે. પશ્ચિમ બંગાળના સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની અસર 5 નવેમ્બર પછી ગુજરાતમાં જોવા મળી શકે. 25 અને 26 ના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસાવશે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર તોળાતું જોખમ ! આગામી 24 કલાક મહત્વના, બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ

Published on: Oct 25, 2025 08:13 AM