Rain Report : મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ Video

|

Jul 16, 2024 | 10:05 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી વધુ ઉમરપાડામાં 14 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ભરૂચના નેત્રંગમાં 7.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત નર્મદાના ગરૂડેશ્વરમાં 6 ઈંચ અને નાંદોદમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ નર્મદાના તીલકવાડામાં અને અમરેલીના લીલિયામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 43 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાત પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના લીધે ભારે વરસાદની શક્યતા છે. તેમજ વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે 9 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Next Video