આજનું હવામાન : ગુજરાત માટે આગામી 48 કલાક ભારે ! અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થવાને લીધે વરસાદની મજબૂત સિસ્ટમ બની છે. જેને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપી છે.
આગામી 48 કલાક ગુજરાત માટે ભારે
તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 48 કલાક હજુ પણ ભારે હોવાની આગાહી કરી છે. તેમના મતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો થવાના પગલે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે આ સિસ્ટમની અસર કચ્છ ઉપર વધારે થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેને પગલે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ સૌથી વધુ કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો આ તરફ પાટણ અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે.