Surat Rain : ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત, સુરતમાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જુઓ Video

Surat Rain : ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત, સુરતમાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 02, 2024 | 12:27 PM

સુરતમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર ચાંપતા પગલા લઈ રહ્યું છે. વરસાદી આફતને પહોંચી વળવા માટે સુરતમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

સુરતમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સુરતમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર ચાંપતા પગલા લઈ રહ્યું છે. અતિવૃષ્ટિથી જો પૂરની સ્થિતિ સર્જાય તો તેની પહોંચી વળવા માટે સુરતના ઓલપાડમાં NDRFની એક ટીમ ખડે પગે રાખવામાં આવી છે. વરસાદી આફતને પહોંચી વળવા માટે બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે NDRFની ટીમ સજ્જ છે.

છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ સાડા 14 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો