Rain Update : છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો, ગણદેવીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ Video
ગુજરાતમાં આજે એટલે કે 12-7-2024 શુક્રવારના રોજ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 8 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જ્યારે 19 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ ગણદેવીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વ્યારામાં 3 ચીખલીમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ મહુવા, સોનગઢ, પારડીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આજે સુરત, ડાંગ તાપી નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે નર્મદા, ભરૂચ, આણંદ અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભારે વરસાદની અગાહી કરી છે. આ ઉપરાંત ભાવનગર ગીર સોમનાથ, દિવ જૂનાગઢ બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Latest Videos