પંચમહાલના પાવાગઢમાં ડૂંગર-તળેટી વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, જુઓ વીડિયો

પંચમહાલના પાવાગઢમાં ડૂંગર-તળેટી વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Oct 26, 2025 | 12:37 PM

અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે, આજે પંચમહાલમાં જાંબુઘોડા ઉપરાંત હાલોલ, ઘોંઘબા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. 

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં આજે રવિવાર અને લાભપાંચમના દિવસે ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે. જો કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર પંચમહાલના પાવાગઢમાં પણ જોવા મળી હતી.

યાત્રાધામ પાવાગઢમાં ડૂંગર તળેટી વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે, મંદિર તરફ જવાના રસ્તા પાણી પાણી થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.  વાતાવરણ રમણીય બન્યું હતું. એક તરફ દિવાળીના તહેવારને લઈને ભક્તો મા ના દર્શને આવી રહ્યાં છે. તો બીજી તરફ આજે કમોસમી વરસાદ જાણે મહાકાલીના દર્શને આવતા ભક્તોને ભીંજવી રહ્યો હતો.

જો કે અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે, આજે પંચમહાલમાં જાંબુઘોડા ઉપરાંત હાલોલ, ઘોંઘબા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જોવા મળી અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર, 71 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, નવસારીમાં 6 ઈંચથી વઘુ