AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન :  ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, ગણતરીના દિવસોમાં ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, ગણતરીના દિવસોમાં ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા, જુઓ Video

| Updated on: Jun 11, 2025 | 7:31 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું અનુમાન છે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમી પવનો અને ભેજને લીધે હળવા વરસાદનું અનુમાન છે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે. તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જો કે, હાલ ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.હવામાન વિભાગનું કહેવું છે કે, તાપમાનમાં ઘટાડાની પણ શક્યતા નહીંવત છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથમાં પણ હળવા વરસાદના એંધાણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ 15 જૂન બાદ ચોમાસું સક્રિય થાય તેવી આશા સેવાઈ રહી છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">