નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ, પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે
ગુજરાતમાં(Gujarat) નવરાત્રીમાં(Navratri 2022) ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ.(Rains) નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં(Gujarat) નવરાત્રીમાં(Navratri 2022) ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ.(Rains) નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને અમરેલી આસપાસ છૂટોછવાયો વરસાદ રહેશે.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડશે.તો આ તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા નહીવત છે.કચ્છમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે.
નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે..થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને લઇને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થશે તથા 25 અને 26 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલી અને ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે..નોંધનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.તથા નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ, રાજયનાં 206 જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 85.32 ટકા પાણી ભરાયું છે. તો રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં 97.10 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાને રાખી NDRFની 8 ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. તો 7 ટીમોને સ્ટેન્ડ બાય રાખી રિઝર્વ રખાઈ છે.