Rain Breaking : જામનગરના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક વાતાવરણ પલટાતા જામનગર પંથકમાં ચારે બાજુ રોડ પર પાણી ભરાયા હતા. અડધા કલાકમાં એક ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો.
જાનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણ પલટાતા જામનગર પંથકમાં ચારે બાજુ રોડ પર પાણી ભરાયા હતા. અડધા કલાકમાં એક ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. કાલાવાડના જસાપર, મોટા વડાલા,જુવાનપર તેમજ ગુંદા સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જો વધુ વરસાદ વરસશે તો ખેતરોમાં પાણી ભરાઈ શકે છે. અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.
કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધશે. આગામી 48 કલાકમાં તાપમાનના પારામાં 2થી ચાર ડિગ્રીનો વધારો થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…