Jamnagar : ટ્રકમાં ખામી આવતા ટ્રાન્સપોર્ટરે ઢોલ, નગારા અને ઊંટ ગાડી પાછળ 19 ટ્રક બાંધી કર્યો અનોખો વિરોધ, જુઓ Video
જામનગરમાં એક ટ્રાન્સપોર્ટરના અનોખો વિરોધ દર્શાવવાની ઘટના સામે આવી છે. જામનગરમાં એક ટ્રાન્સપોર્ટર વાજતે-ગાજતે ઊંટ ગાડી પાછળ ટ્રકો બાંધીને શોરૂમમાં પરત આપવા પહોંચ્યો હતો. ટ્રાન્સપોર્ટરે ખરીદેલ તમામ ટ્રકમાં ખામી આવતા અનોખો વિરોધ કર્યો હતો.
જામનગરમાં એક ટ્રાન્સપોર્ટર અનોખી રીતે વિરોધ કર્યો છે. જામનગરનો એક ટ્રાન્સપોર્ટર વાજતે-ગાજતે ઊંટ ગાડી પાછળ ટ્રકો બાંધીને શોરૂમમાં પરત આપવા પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે આ ટ્રાન્સ્પોર્ટરે આવો વિરોધ કેમ કર્યો ?. તાજેતરમાં જ આ ટ્રાન્સપોર્ટરે એક ખાનગી શો રૂમમાંથી 19 જેટલા ટ્રકોની ખરીદી કરી હતી.
આ પણ વાંચો : jamnagar : કમોસમી વરસાદે ઘઉંની ગુણવતા બગાડી, ખેડૂતોની આવક થઈ ઓછી, જાણો વિગત
જો કે તમામ ટ્રકોમાં ખામી હોવાથી ટ્રાન્સપોર્ટરે શો રૂમમાં ફરિયાદ પણ કરી હતી.પરંતુ ટ્રકની ખામી અંગે કોઇ નિકાલ ન આવતા ટ્રકોને ઊંટ ગાડી પાછળ બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. તમામ ટ્રકોને ઊંટ ગાડી પાછળ બાંધીને ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે શો રૂમમાં પરત આપવા પહોંચ્યો હતો. રૂક-રૂક કે ચલતી હૈ અપની ગાડી.તો સાંભળ્યું જ હશે, પણ અહીં તો જોવા પણ મળ્યું છે. ટ્રાન્સપોર્ટરના વિરોધને જોઇ દરેક માણસ આશ્ચર્ય ચકિત છે. પરંતુ ટ્રાન્સપોર્ટરના ટ્રકની ખામીનો નિકાલ ન આવતા તેણે આવો કીમિયો અપનાવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
