Rain : વલસાડમાં ખાબક્યો ધોધમાર વરસાદ, મકાનોના પતરા ઉડ્યા, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ Video
ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે વલસાડમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. વલસાડમાં વાપી અને ધરમપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં 3.16 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે વલસાડમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. વલસાડમાં વાપી અને ધરમપુરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં 3.16 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા અંડર પાસમાં પાણી ભરાયા છે. તેમજ પારડી, વલસાડ, કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દરિયાકાંઠાના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં પણ રસ્તા પર પાણી ભરાયા છે.
મકાનોના પતરા ઉડ્યા
વલસાડના અનેક વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવવાને કારણે મકાનોના પતરા ઉડ્યાં છે. કપરાડાના અને મહારાષ્ટ્રને અડીને આવેલા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવર અને આજુબાજુના ગામોમાં 10થી વધુ ઘરોના પતરા ઉડ્યાં છે. આ ઉપરાંત ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા જરૂરી ચીજ વસ્તુઓ પલળી જતા નુકસાન થયું છે. તેમજ લીલા શાકભાજી પકવતા ખેડૂતોના ખેતરોમાં પાકને નુકસાનીની ભીતિ છે.
